બુઝાતી જ્યોત જેમ હું.mp3

 
 

બુઝાતી જ્યોત જેમ હું શમતો અવાજ છું
સાંભળ મને કે હું તને ગમતો અવાજ છું.

આવી શકે તો આવ તળેટી તજી અહીં
હું ટેકરી ના ઢાળ પર રમતો અવાજ છું

ક્યારેક તારી સ્મૃતિ કને થી વહી જઈશ
હું તો પવન ના દેશ માં ભમતો અવાજ છું

પંછી નિહાળી લે પછી જોવા નહિ મળે
હું સાંજ ની ક્ષિતિજ પર નમતો અવાજ છું

 
-પંથી પાલનપુરી
 
સ્વર : હરીશ ઉમરાવ
સ્વરાંકન : હરીશ ઉમરાવ
 
આલ્બમ : વરસુ તો હું ભાદરવો