મિતાઈ, મને સાચવી લેશે શ્યામ,
પગલાં મારાં લડથડે તો
દોરશે પૂરણકામ.

તણખલાં શું તન રે મારું,
મીણના જેવું મન,
જતન કરી જાળવી લેશે
એને જીવનધન.

કાંઈ ન જાણું, શું થયું ?
શું થાય છે, મારા પ્રાણ !
એક હરિના નેણમાં ઠર્યાં
નેણનાં મીટ નિશાણ.

 
-મકરંદ દવે
 
સ્વર : ભુપેન્દર સીંગ
સ્વરાંકન : રસિકલાલ ભોજક