ડો ભરત પટેલ

પ્રશ્ન છું હું, જવાબ જેવા એ
સાવ ખુલ્લી કિતાબ જેવા એ

ટેરવાંનો એ સ્પર્શ વર્જિત છે,
ઓસ ભીના ગુલાબ જેવા એ

જીવ લગ કેફની અસર પહોંચી,
ખૂબ જૂની શરાબ જેવા એ

કોઈ અત્તરની શું ગરજ એને
મઘ મઘે ફૂલછાબ જેવા એ

એમનું નૂર છે સતત રોશન
ના કહું માહતાબ જેવા એ !

– ભાર્ગવ ઠાકર 

સ્વર : ડો. ભરત પટેલ
સ્વરાંકન : ડો. ભરત પટેલ