અખંડ ઝાલર વાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે

નિદ્રાધીન જીવ જાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

એક બળે છે એવો દીવો
અંધારાનો એ મરજીવો
અખંડ સાગર તાગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.

પંડિતનો અહીં કશોય ખપ ના
અખંડ ચાલે તારી રટણા.
કાંઈ કશું નવ માગે ઘટ મેં
અખંડ ઝાલર વાગે.
 
-સુરેશ દલાલ
 
સ્વર: પાર્થિવ ગોહિલ
સ્વરાંકન: ચંદુ મોટાણી
સંગીત આયોજન: આશિત દેસાઇ