વગડાની વચ્ચે તળાવ, .mp3  

 
 

વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે
ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે

બાળ રે પણાથી પ્રિતડી બંધાઈ,
વ્હાલીડાના રંગે હું તો ગઇ રે રંગાઇ
લાગ્યો મને કાળજડે થાક,
સપનામાં આવી મધરાતે નાગેડો મારો છોડે છે

ગોરી મને લેવા દો લ્હાવ,
નમણી નાગરવેલ મારી મુખલડું મરોડે છે
વગડાની વચ્ચે તળાવ,
મનનો માનેલો મારો રસિયો ગાગરડી મારી ફોડે છે

માથે છે ગાગર ને પગમાં ઝાંઝર,
આંખ્યુમાં છલકે રૂપનો સાગર,
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
પાણીડો મારી જોડે છે
આ તો છે ભવભવનો ભાવ, જનમો જનમનો આ ફેરો
ગોરી તું મારી જોડે છે

 
-બાલમુકુંદ દવે
 
સ્વર: રોહિણી રોય, દિલીપ ધોળકિયા
સંગીત: અજિત મર્ચન્ટ
 
ફિલ્મ: દીવાદાંડી ૧૯૫૦