કાળા ડીબાંગ મારા અંધારા કાપવા રાતો ની રાત હું તો જાગ્યો
મારા હિસ્સા નો જે માગ્યો મેં એ સૂરજ ક્યાં કોઈ એ આપ્યો

વાસંતી વાયરે પંખીડાં ઝૂલ્યા ને મધમીઠા ગીત કઈ ગાયાં
જોતા જોતા માં તો છોડી એ ડાળ જેવા પાનખરી વાયરા વાયા
જાતે ઉલેચ્યો મે દુઃખ તણા દરિયા ને સુખ કેરા મોતી લઈ આવ્યો

ગામ તણા થીજેલા પથ્થરિયા પહાડને હું સ્પર્શ્યો ને ઝરણાઓ ફૂટ્યા
ખળ ખળ ખળ વહેતા એ ઝરણા નાં જળ માહે આશા ના પોયણા ઝૂલ્યાં
ઉજડેલી ધરતી પર વરસી વિશ્વાસ ને લીલોછમ બાગ મે બનાવ્યો
 
-રમેશ ચૌહાણ
 
સ્વર: સૌમિલ મુન્શી
સંગીત: શ્યામલ સૌમિલ મુન્શી
 
આલ્બમ: મારા હિસ્સા નો સૂરજ