ધ્રુમરેખા     મુજથીયે     આગળ     હશે
ને    થીજેલાં    અશ્રુઓ    પાછળ   હશે

હું   ધુમ્મસના  પંખીની  પાંખે  ઊડું   છું
મેં   જોયા   થીજેલા   ધુમાડાના    ટાપુ

પરીઓ કથા ત્યજીને ગગનમાં ઊડી  ગઈ
 બાકી  છે આગ ઓકતા રાક્ષસની  વારતા

ગળી  ગયો  છું હું ધુમ્મસની કૈં સુરાહીઓ
 કે  લાલ  રંગની ઉચ્છવાસમાં વરાળ પડે

માણસ  કહેવા બેઠો  છે માણસની વારતા
 તડકાની   મિશ્રઝાંયની   ધુમ્મસ  વારતા

– ભગવતીકુમાર શર્મા