વેણીભાઈ પુરોહિત

 
વેણીભાઈ પુરોહિત વિષે વધુ વાંચવા click કરો :

સાહિત્ય સર્જક વેણીભાઈ પુરોહિત

 


 


 

Click the link below to download
 
Ghanshyam Gagan Ma Tamtame.mp3

 

ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટમકી
રે આ વાત અચાનક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ ગગન

મનડું મારૂં માનસરોવર
આવ આવ ઓ હંસી
ઘટગુંબજમાં બજે સુમંજુલ
સુખ વ્યાકુલ સ્વરબંસી
સુમરન જાગત ઝબકી ઝબકી
રે આ વાત અચનાક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ ગગન

પવન લહર આ પ્રીત બાવરી
નાચત હલકી હલકી
નિશગંધાની સોડ તજીને
મઘમઘ સોડમ છલકી
ભરભર મિલન ગીતની મટકી
રે આ વાત અચાનક મલકી,
મનની વાત અચાનક મલકી
ઘનશ્યામ ગગન

– વેણીભાઈ પુરોહિત