ઉશનસ્
 
કવિ શ્રી ઉશનસ્ વિષે વધુ માહિતી માટે click કરો :

ઉશનસ્

 


 

Click the lik below to download

Eklu Eklu Ekalta.mp3

 

એકલું એકલું એકલતામાં
આખી આખી રાત જાગતું શૂન્ય
શૂન્ય ઘૂઘવતું ધમ્ ધમ્ ધમ્ ધમ્
ખન ખન ખન ખન ખગોળ કેરો
ચરકો ખનકે ચમ્ ચમ્ ચમ્ ચમ્
ચમ્ ચમ્ ચમ્ ચમ્
ચાક ચડેલું ચક્રવાલ આ
ધરી ફરતું શાંત ઊંઘતું
આરાઓમાં શબ્દ સૂસવતો
સમ્ સમ્ સમ્ સમ્ સમ્ સમ્
નિહારિકાના પોલાણોમાં ઊઠી આંધિયો ગોટમગોટા
લૂમ લૂમ કેરાં અંતરાલમાં
તણખાઓની તડ તડ ઊડે
જ્યોત જ્યોત ઝાડીમાં તેજ તણાં તમરાંઓ બોલે
ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્ ત્રમ્
ગોલક કેરી ઘૂઘરીઓથી મસ મોટું કોઈ
નર્તક ઠેકયું ઝણ ઝણ ઝણ ઝણતું
ઝાંઝરીયું ઝણકે ઝન્ ઝન્ ઝન્ ઝન્
તારાઓના રવ રવ રવ
ભમ્મરિયા આ મધપૂડામાં
ઉડ ઉડ કરતી ભમરીઓનું
મંદ ગુંજરતું ભ્રુમ્ ભ્રુમ્ ભૃમ્ ભૃમ્
શૂન્ય ઘૂઘવતું ધમ્ ધમ્ ધમ્ ધમ્
બ્રહ્ન કકણતું સોહમ્ સોહમ્
ૐ। … … … …

– ઉશનસ્

ગાયક : શ્રુતિ વૃંદ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

 
કવિ શ્રી ઉશનસ્ ની વધુ એક રચના :


 


 

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.

આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. – માધો…

ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે ‘તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. – માધો…

મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો…

– ઉશનસ્

સ્વર : ઐશ્વર્યા મજમુદાર
સંગીત : અમર ભટ્ટ