પર્વત   પર્વત   ચટ્ટાનો પર ગુમસુમ પડે મીનમેખ નથી
આ  ચાંદની   તારી   યાદોની માસુમ પડે મીનમેખ નથી

આ  દર્પણ  દર્પણનાં ટો ળા આ  ચહેરા  ચહેરા  એકલતા
આ પડછાયાના સરઘસમાં કોઈ બૂમ પડે મીનમેખ નથી

આકાશની  ક્ષિતિજ રેખ ઉપર આ સાંજની  કેવી લાલિમા
હું   હાથ   ધરું છું ઝિલવાને કુમકુમ પડે  મીનમેખ  નથી

તું    ઝાકળનાં   વસ્ત્રો  પહેરી   કૈં   ફૂલ સજીને આવે છે
ને પગલે પગલે અજવાળું પણ ધૂમ પડે મીનમેખ નથી

કૈં   અગણિત બાળકના અશ્રુ ને સ્વપ્નાંઓના ગંજ નીચે
આ  શહેર  દટાયું   છે એવું  માલુમ  પડે મીનમેખ નથી

– નયન દેસાઈ