ઉંબરા  મોઝાર મ્હોર્યો  આંબલો
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ……

અવળા તે હાથની આડશ્યું  કરીને કાંઈ
સવળે  પેટાવ્યા દીવા ગોખમાં
નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ એને
કેમ ભર્યો  જય ફૂટી બોખમાં ?
ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો
એન આકરો ધીખે છે વૈશાખ રે…..
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ……

હોય  જો  કપાસ એને ખાંતે ખાંતે કાંતીએ
‘ને કમખો વણીને  કાંઈ પ્હેરીએ
માથાબૂડ  આપદાના ઝળુંમ્બ્યાં  રે ઝાડ
ઝીણા  નખ થકી કેટલાંક વ્હેરીએ ?
મોભ રે મૂકીને ઊડ્યો  મોરલો
ભેળી  ઊડી  હાલી બેઉ આંખ રે …
છાતીની મોઝાર મ્હોરી શાખ રે ……

– સંજુ વાળા

સ્વર : ગાર્ગી વોરા
સ્વરાંકન : ડો.ભરત પટેલ