જી ~સંજુ વાળા

હા… હા.. એ સહુ કબૂલ કીધું
બધું જ હો સરઆંખે જી
પણ જો.. જો ભૂલાય નહીં રે
દીધું વેણ વૈશાખે જી

         

મોર-બાપૈયા મૂગા મરશે
દઇ દેતા મનગમતી ચણ
કલબલશે જો કીર તો ખમ્મા
કહી મિચાવી દઉં પાંપણ

નહિ લઉં દઉં કોઇ સાખ
ભરોસે ભીતર એવું ભાખે જી
હા… હા.. એ સહુ કબૂલ કીધું
બધુ જ હો સરઆંખે જી

લળી ઢળી ઘનઘોર ઉમળકા
મળવા હો આતુર એ સાંજ
બારી ભેળી વાખી દેશું
પણ નહિ બોલું : ‘રહેજે વાંઝ’

દાડા ગણશું, વાટ નિરખશું
આંખ મૂકી ગવાખે જી
પણ જો.. જો ભૂલાય નહીં રે
દીધું વેણ વૈશાખે જી-

  • સંજુ વાળા
         
 

સ્વર ગાર્ગી વોરા

સ્વરાંકન ડૉ ભરત પટેલ