જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ
જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયો…..
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે અને હું તાલી દઉં

તના   તના  પલક વઠી સારીયા  હે ….મુજા મુખી 
છલડે આઈ રૂલાઇ  મૂઠે યાદ સજણ જી આઈ

 જીંજલ   જીંજલ    જીંજલ     જીંજલ    જીંજલ 

જીંજલડી મૂજી  માં મૂકે છલડે આઈ રૂલાઇ

 આયલડી મૂજી  મા  મૂકે છલડે આઈ  રૂલાઈ એણે મૂંગા ભૂંગામાં પાડી ધાડ રે.. 
એણે મીઠાના રણમાં વાવ્યું ઝાડ રે ..
એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં… 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે અને હું તાલી દઉં

એણે ચાલતી ન’તી હું તોય આંતરી ..
મારે છેતરાવું’તું એવી છેતરી ..
એણે પગલી પાડી હું કેડી થઉં .. 
એવો આવ્યો રે આવ્યો રે અસવાર રે … 
હું એની ડમરીની ધૂળ બની જાઉં, એ તાલ દે અને હું તાલી દઉં 


– સૌમ્ય જોશી  

સ્વર : ઐશ્વર્યા મજુમદાર , મુરાલાલ મારવાડા 

સ્વરાંકન  : મેહુલ સુરતી