નવસેરો હાર નંદવાયો ને બાઈ,
મારાં મોતી વેરાઈ ગયા ચોકમાં
વાસીદાં જેમ તેમ મેલી
ને લક લાજ ઠેલી
જતી’તી ઊભી શેરીએ હું ખવાતી કો’કમાં…..

મારાં મોતી વેરાઈ ગયા ચોકમાં…
મોતીને લુંજો કે ગહેકતે એમ જાણે
વૈયાનું હારબંધ ટોળું
ખેતરના મેલ સની લીલીછમ
લૂબઝુંબ ઊડતી જતી’તી મારી છોળ્યું
ગોફણ અણચિંતવેલ જાગી
–ની ઠેશ મને વાગી
લોથપથ ભાંગી પડી હું મને ઘેરી વળેલ ગામ લોકમાં
મારા મોતી વેરાઈ ગયા ચોકમાં…

આખું ગામ અરે, બાવળનું ઝાડ
. છતાં ગોકુળ કહેવાય હજી એને
દરિયાનું નામ કોઈ જાણતું ન હોય
પછી મોતીની વાત કરે તેને
ખાલી હથેળી જોતી
ને ફાટ ફાટ રેતી
ખાલી હથેળી જોતી
હું જાઉં મને ખેતી
બેવાઈ ગયાં મોતી ને બાઈ એને
દોરે ઝૂલે છે હજી ડોકમાં
મારા મોતી વેરાઈ ગયા ચેકમાં…

-રમેશ પારેખ

સ્વર : નિલા ધોળકિયા