દીવા હતા ખામોશ પણ ,મુજ દિલ તણા અજવાસ માં ,
પ્હોંચી ગયાતા આખરે , તે ઘર સુધી અંધાર માં .

આવ્યા કદી થઇ અપ્સરા , સ્વપ્નો મહી છુપાઈ ને ,
પરદો કરી આવે ઘડી ને જાય છે પલકાર માં .

વિશ્વાસ મૂકી ઝંપલાવ્યું મેં હતું જે નાવ પર ,
ડૂબ્યો હતો તેના જ વિશ્વાસે પછી મજધાર માં .

જો શર્ત પર ચાલ્યા અમે મંઝિલ ક્ષિતિજ બનતી ગઈ
શર્તો વગર ચલ ચાલીએ શું કામ એનું ચાહ માં

આંખો મહી યાદો મહી આવી વસ્યા છો શ્વાસ માં
થઈ લાગણી ધબક્યા કરો છો મુજ દિલ તણા ધબકારમાં ..

-રમેશ ચૌહાણ

સ્વર : સૌમિલ મુનશી
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુનશી
સંગીત : રાહુલ મુંજારિયા