ઇચ્છો કામણગારી છે,
આખર તો એ નારી છે,

ખુશબો દઈ આ ફૂલોએ,
ખૂબ હવા શણગારી છે.

વિરહી પળમાં સધિયારો,
તારા ઘરની બારી છે.

ઘરની શોભાને વૈભવ,
બાળકની કિલકારી છે.

છોડી જો હું પદ ‘મરમી’,
આખી દુનિયા તારી છે.

– કવિ મરમી