અમને રાખ સદા તવ ચરણે
મધુમય કમલ સમા તવ શરણે…….. અમને

અમ તિમિરે તવ તેજ જગવજે
અમ રુધિરે તવ બલ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે…….. અમને

અગાધ ઓ આકાશ સમા તવ
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ
અમને આપ સકલ તવ વૈભવ…….. અમને

-સુંદરમ

સ્વર : રવિન નાયક
સ્વરાંકન : રવિન નાયક