યાદમાં મળીએ પળેપળ, ક્યાંક તું ને ક્યાંક હું,
કાપીએ ચૂપચાપ અંજળ, ક્યાંક તું ને ક્યાંક હું

આ ઉપરની સ્વસ્થતા, સૌને હસી મળવું સદા,
ને ઉભા અંદરથી વિહ્વળ, ક્યાંક તું ને ક્યાંક હું

બારણે ઉભા હશે, સૂતા હશે, ઊઠ્યા હશે,
રોજ બસ કરીએ અટકળ, ક્યાંક તું ને ક્યાંક હું

વ્યસ્ત એવા કે સતત ના જાત જોવાનો વખત
અન્યને કાજે જ ઝળહળ, ક્યાંક તું ને ક્યાંક હું..

-રાજેશ વ્યાસ ” મિસ્કિન “

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ