રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર

મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….

માઝમ રાત ને બિજલડી ચમકે
છાઈ ઘટા ઘનઘોર રે – બોલે….

બાઈ મીરાં કહે, પ્રભુ ગિરધર નાગર
તું મારા ચિતડાનો ચોર – બોલે

– મીરાંબાઈ

સ્વર : અતુલ દેસાઈ
સ્વરાંકન : અતુલ દેસાઈ