એક મધુર પલ તારી સાથે જ્યાં થાવાની મળશે
ત્યારે મુજને પૂર્ણમીદમનું ગીત ગાવાને મળશે

મન જ્યાં મારું હૃદય નિકુંજ આત્મ થઈને ખીલશે
ત્યારે મુજને અર્પણ કરવા, તુજ ચરણો ત્યાં મળશે

દેહ વિભોર બને ને જ્યારે, ઈડા પિંગલા.. ગાશે
ત્યારે મુજને તુજ સંગાથે રાસે… રચવા મળશે

એક અભેદ ક્ષણ એકાકી, લક્ષ બની જ્યાં જાશે
ત્યારે મુજને હારી સાથે, જીવતર જીવવા મળશે.

-રમેશ પટેલ ‘ પ્રેમોર્મિ’

સ્વર : દિપાલી સોમૈયા
સ્વરાંકન : સોલી કાપડીયા

સૌજન્ય : સંજય રાઠોડ, સુરત