પ્રિય મને ના છેડ
નયન ઈશારે ઈજન દઈને
પ્રિય, મને તેડ,
પ્રિય મને ના છેડ

કોયલ ગાતી વન વગડામાં
છાની માની ગીત,
પગરવનો સંચાર થતો ત્યાં,
બની જતી લજિજત
પ્રિય, મને ના છેડ…

પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિકિરણ ના ચહાય,
શશિ પર કરતા કોમળ સ્પર્શ
હસી હસી છલકાય
પ્રિય, મને ના છેડ…
નયન. ઇશારે. ઈજન દઈને
પ્રિય મને ના છેડ…

-ભૂપેન્દ્ર વકીલ

સ્વરઃ સૌનક પંડયા
સ્વરાંકન : સુનીલ રેવર


વાયોલીન – ઉ. હપુખાન
ફ્લૂટ – ડી.કે. ચૌહાન
તબલા – દુર્ગાપ્રસાદ મહારાણા

ગિટાર : રમેશ તેલંગ
આલ્બમ – ઉરમાં ગુંજારવ