વિનુ વ્યાસ

મન ચૈન પડે ન ઘડી
આ પૂનમ રાતે ક્યાંય અટુલું ના ગમે સૂની સેજ પડી

પ્રીતનુ જંતર કેમ વગાડું ને કેમ રે છેડું સૂર
માહૃલું કો’ અવરોધતું જાણે રંગ રાગિણી પૂર
આ મંથન ઘાટે વિજન વાટે ના ગમે આંસુ જાય દડી

વ્યાકુળ ઉરને કેમ મનાવું ને કેમ રે ધારું ધીર
આજ મને અણખામણાં લાગે નાહોલિયાના ચીર
આ જીવન ઝૂલે ઝૂલતું જોબન ના ગમે પાગલ થઇ પડી

-ભાસ્કર વોરા

સ્વરઃ વિનુ વ્યાસ
સ્વરાંકન : ઉપેન્દ્ર ત્રિવેદી
સૌજન્ય : અનંત વ્યાસ