રાજ લખતરવી

 
 
હું અસલ  રીતે   અસલને  પી  ગયો
જામ માં  ઘોળી   ગઝલને  પી  ગયો

ભેદ  પીવામાં  કશો   રાખ્યો   નહીં
પી  ગયો અમરત ગરલને  પી  ગયો

અંજલિ   પીધી   ન   પીધી     ડાયરે
ત્યાં  હું  ખંગાળી  ખરલને  પી ગયો

શું   કહેવું    દોસ્ત    તરસ્યા   સૂર્યને
એ  જગતભરના  તરલને  પી   ગયો

ભર   બપોરે   ગટગટાવ્યા  ઝાંઝવા
ને  સવારે   ‘રાજ’  વલને  પી   ગયો

-રાજ લખતરવી

સ્વરઃ ડો ફિરદૌસ દેખૈયા
સ્વરાંકન : ડો ફિરદૌસ દેખૈયા