લાગી રામભજનની લગની રે
૨મણાં થઈ ગઈ છે રગરગની,

રામનામ છે. શીતલ છાયા,
સુખશાંતિ છે જગની :
પાપતાપને ભસમ કરે છે
રામધૂનની અગની

રામનામથી પાવન બનતી
માટી પણ મારગની :
રામમિલનને કાજે હે મનવા !
જરૂર પડે નહિ વગની

-વેણીભાઈ પુરોહિત

સ્વરઃ જગજીતસિંગ
સ્વરાંકન : અજીત મર્ચન્ટ