મહેકની  માફક   ફૂલો     વચ્ચે   ફરીશું
ક્યાં   સુધી   ભમરો   બનીને   કરગરશું

સૂર્ય   કહે  છે  આગિયાઓને  લીધે  છું
વાત  આ  સાચી  હશે  તો   શું   કરીશું

એક   હોડી   ક્યારની  જીદે   ચઢી  છે
સહેજ પણ પાણી નથી તો પણ તરીશું

– અંકિત ત્રિવેદી

સ્વર :આલાપ દેસાઈ
સ્વરાંકન : આલાપ દેસાઇ
સંગીત : દર્શન ઝવેરી