સૂરમાં   આવે   નહીં   એ ગીતને   હું  શું  કરું,
સ્મિતમાં આવે નહીં   એ   મિતને   હું શું  કરું.

યાદમાં આવો  તમે પણ નજીકમાં આવો નહીં,
વચન  બસ આપ્યાં કરો વિશ્વાસ રાખી શું કરું.

પ્રિતમાં છું પીડિત    હું મજબૂર  છું  હું શું કરું,
હતાશ     થઈને બેઠો છું બસ જીવને  શું  કરું.

સ્વપ્ર એક સજર્યું હતું, સાકાર પણ  કરવું હતું,
સ્વપ્ર બસ સપનું રહ્યું,   જોતાં  રહીને  શું  કરું.

પ્રેમની  આ રમતમાં  હું  દાવ  લેતો   જાઉં  છું,
હાર મારી  કબૂલ છે,  જીત્યા   કરીને  શું   કરું.

ના મળ્યો તુજને અને હું ના  મળ્યો મુજને કદી,
એકલો  મંજિલ ઉપર  “બાકી” રહીને  શું કરું.

– હસમુખ પટેલ

સૌજન્ય : ચૈતન્ચ વ્યાસ વડોદરા