આજ મ્હારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહીં, ગિરધારી લાલ રે…આજ

તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝૂલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મ્હારું તારી તે આંખના
ઊડતા અણસાર ને ગુલાલ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે…પિચકારી
આજ હારા હૈયામાં…

મીઠેરી મુરલીના સૂરતણી ધાર થકી
ભીનું મ્હારા આયખાનું પોત
અંતરને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ
રાધિકાનો રંગ એક તારું તે વ્હાલ રે…પિચકારી
આજ હારા હૈયામાં…

-સુરેશ દલાલ

સ્વરઃ માલિની નાયક
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા