નવે નગરથી ચોળ ચૂંદડી વાપરી
આવી રે અમારલે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

ચૂંદડિયું ને ચારે છેડે ઘૂઘરી
વચમાં આલેખ્યાં ઝીણાં મોર રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું ત્યાં ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેળું ત્યાં ટહુકે ઝીણાં મોર રે
વોરો રે કાકા ચુંદડી

રંગ દેરી ચુનરી રંગ દે રંગરંજવા
ચુનરી જો પિયા મન ભાઈ લો
આઇ લો મોરે મંદિરવા
મનકે ભાવનવા….. રંગદેરી

અમદાવાદી ચોળ ચૂંદડી વાપરી
આવી રે અમારલે દેશ રે
વોરો રે દાદા ચૂંદડી

સંકેલું યાં ઘમકે રૂડી ઘૂઘરી
ઉખેળું ત્યાં જગમોહનની ભાત રે
વોરો રે કાકા ચૂંદડી

સજહું સિંગાર મૈતો સાજન સાજન પાઇ લો
જો પિયા ઘર આવે આનંદ બધાઈ ગાઇ લો
આઈ લો મોરે મંદિરવા, મન કે ભાવનવા….. રંગદેરી …

ચંદડિયું ને ચારે છેડે ઘૂઘરી
વચમાં આલેખી પોપટ વેલ રે
વોરો રે મામા ચૂંદડી

સંકેલું ત્યાં ચમકે રૂડી ઘૂઘરી
ઉખેળું ત્યાં પોપટ બોલે વેણ રે
વોરો રે મામા ચૂંદડી

– લોકગીત / પારંપારિક