ફળિયે ફોરી દાડમડી ને દાડમડીના ફૂલ કે વાંકે ડોલરિયો
ફુલની ઉઘડી આંખ આંખની ઝલમલ ઝલમલ ઝુલ, વાંકો ડોલરિયો

પગમાં ઉડશે સીમડી કંઈ સીમે જેવું ઘાસ
એમ તમારે હોઠે ફરક્યો ભીનો ચૈતર માસ
વનવગડામાં વાડિયુ’ એક વાડી લચકાલોળ
પાણી સીંચશે પાતળિયો સખી નાશે માથાબોળ
અડખે પડખે કોડિયુંમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
પછવાડેના ઓરડે કોણ શું ગુંથશે એવા વાળ કે વાંકો ડોલરિયો

આગળ પાછળ આગાણું ને વચાળ ઊભું ઘર
ઘર હિંડોળે સખી ઝૂલેને હેડે રાજકુંવર
ગામ ગોંદરે તલાવડી ને તલાવડીને તીર
નીરથી આછી રાત ઉગશે ઉગમતીને તીર.

-મનોહર ત્રિવેદી

સ્વર : વિભા દેસાઈ
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા