÷
લક્ષ વિણ  ૯હેરતાં લોલ લહરી લહું
એક સરખું હવે – કે”  કહું   ના  કહું

ગંધકપૂરવત્     વ્યાપતો     તત્ક્ષણે
શબ્દને સહજ જ્યાં  અંગુલીથી ગ્રહું

લેશ અળગું નહીં ૨જ  નહીં  વેગળું
આપમાં  ઓગળે   જે  કંઈ  હું  ચહું

સાંભળું  હું  મને   ગગન   ગોરંભતો
નાભિથી    નેત્રલગ  નાદરૂપે   વહું

આ  તમે   એમ    સંબોધતો   ભલે
જોઉં તો હર પળે હોઉં છું  હું જ હું

–રાજેન્દ્ર શુકલ

સ્વર : શ્યામલ મુનશી અને સૌમિલ મુનશી
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા