You can download this song by clicking link below :

Dungara Tute Khadak Kai Khin Ma.mp3

 

ડુંગરા તૂટે,  ખડક  કઈ  ખીણમાં  ધસમસ  પડે,
હો ગગનગામી ભલે માણસ  છતાં ચોક્કસ પડે

કે  નથી  હોતા  કદી   કોઈ  પતનમાં ભેદભાવ
ગઢ પડે,  ભેખડ પડે,  મંદિર પડે,  આરસ પડે

થોડી  તો  મેલી  જ  હોવી  જોઈએ મથરાવટી,
તો ફરિશ્તાઓના  ટોળાથી  અલગ માણસ  પડે

આ બ ધી  ઘટના ખુશીની એકધારી  છે  નીરસ
દુઃખના બે  ચાર  કિસ્સાઓ  કહો  તો  રસ પડે

હું    લઈને   નીકળું  છત્રી  સરસ વર્તુળાકાર
ને   ગગનમાંથી  ચમકતી  વીજળી ચોરસ પડે

તે   પછી  રહેશે  નહીં   અંધારનો કોઈ વિકલ્પ
હો  અમાસી  રાત ને  મુજ  હાથથી  ફાનસ પડે

કોઈ  વેળા તો પતન  પણ હોય છે વસ્તીસભર
એ  પડે  ને  સાથે  એના  વંશ ને વારસ પડે

– ભગવતીકુમાર શર્મા

સ્વર : કલ્પક ગાંધી