કાનાને માંગ્યો દેને રે જશોદા તું
કાનાને માંગ્યો દે.

આજની રજની રંગ ભેર રમશું
પરભાતે પાછો લે ને રે જશોદા તું …કાનાને માંગ્યો

તલ ભર જવ ભર ઓછો ન કરશુ, ત્રાજવે તોળીને પાછો લે
હસ્તી ઘોડા માલ ખજાના, હાર હૈયા તણો લે જશોદા તું … કાનાને માંગ્યો

મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણ કમળ ચિત્ત દે, કાનાને માગ્યો દેને રે જશોદા તું … કાનાને માંગ્યો

કાનાને માંગ્યો દેને રે જશોદા તું
કાનાને માંગ્યો દે.

-મીરાંબાઈ

સ્વરઃ આશિત દેસાઈ
સ્વરાંકનઃ રાસબિહારી દેસાઈ ( મુંબઈ )