નૈના      રડી   રડીને    ક્યાં     સુધી   રડે
આફત    પડી   પડીને   ક્યાં   સુધી   પડે

શેતાનનું     એટલે    સર્જન     કર્યું   હશે
માનવ   ઘડી  ઘડી   ને   ક્યાં   સુધી   ઘડે

સાગર મથ્યાનો સાર હળાહળ  ને મેળવ્યું
રત્નો    જડી   જડી   ને  ક્યાં  સુધી જડે

-તખ્ત દાનજી

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : ઓસમાણ મીર