:

 :
એકમેકને કાને પડતો ચાલ આપણો સાદ ભીંજવીએ
ચાલ આપણે બેઉ થઈ વરસાદ ભીંજવીએ
મનમાં મનમાં બોલ્યા એવું જુઠ ભીંજવીએ… સાદ ભીંજવીએ
નજર ધોઈને થોડો તડકો થોડો ચશ્મા કાચ ભીંજવીએ
પગલાં સાથે પડતી પળનો ચાલ જરા ઉન્માદ ભીંજવીએ

માટીને ભીનાશ આપીએ રજકણના પણ શ્વાસ ભીંજવીએ ટપક્યા કરતી કાનબૂટીના ટીપામાં અજવાશ ભીંજવીએ
એક થઈને જુદાં હતાં એ પળની નાજુક યાદ ભીંજવીએ
ચાલ આપણે બેઉ થઈ વરસાદ ભીંજવીએ

– મહેશ શાહ

સ્વરઃ ઉદય મઝુમદાર અને શોભા સંઘવી
સ્વરાંકનઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

સોજન્ય : ગિરીશભાઈ લંડન