કાચબાની  પીઠની    સંવેદના લઇ   ફરું    છું   લાગણીના   દેશમાં
હાથમાં લઇ ઝાંઝવું હું   સંચરું   ભીની  ભીની   શ્રાવણીના  દેશમાં

એક   અણધાર્યો   કરિશ્મો થઇ ગયો હું જ ડંખાઈ ગયો  મારાં થકી
ગરલ એ ઉતારવા ભમતો રહ્યો જઈ   પહોચ્યો  નાગણીના  દેશમાં

ઉંઘનું આકાશ આંજ્યું આંખમાં ને જાગરણનો હાથમે ઝાલી લીધો
પીધાં   કરું   છું   રાતના  અંધાર ને   આવતો  હું ચાંદની ના દેશમાં

હું સતત ચાલ્યા કરું છું એટલે  કે ક્યાંક શીતળતા નું  સરનામું મળે
મીણ કેરું સ્વપ્ન લઈને હાથમાં જઈ પહોચ્યો   તાપણીના   દેશમાં

– સુકદેવ પંડ્યા

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની