રામની પાસે તીરધનુષ ને શ્યામની પાસે વેણું
ગોપી પાસે ઘેલછા ને મીરાં પદરજ રેણું

ઝાડની પાસે ડાળી અને ડાળી પાસે ફૂલ
ફૂલના શ્વાસે ફોરમ એના કદી ન હોય મૂલ
તમે અમારા ગોવાળિયા ને અમે તમારી ધેનું

એક તીરથી વિંધે રાવણ, (બીજા) સૂરથી હૈયું વિંધે
અયોધ્યા ને વૃંદાવન ની વચ્ચે મારગ ચીંધે
મોહનની એક મીટ સમે સંસાર લાગે મહેણું

-સુરેશ દલાલ

સ્વરઃ અનંત વ્યાસ
સ્વરાંકન : અનંત વ્યાસ