દર્દ  તો  વાદળ  ભરીને   આવશે,
અશ્રુઓ કાગળ લખીને  આવશે.

પાંપણો વચ્ચે  છુપાવી લઈશ હું,
જો પરી, મળવા  ફરીને આવશે.

ચોરબારીથી  જરા  કર   ડોકિયું,
કોઇ તો ભીતર  મળીને  આવશે.

ચાહવાની  રાખ  ક્ષમતા  પાંદડા,
પાનખર  મળવા  રડીને  આવશે.

સીવડાવી  રાખજો ઝોળી  નવી,
અવનવા સપના સજીને આવશે.

-પ્રશાંત સોમાણી

સ્વર : શૌનક પંડ્યા
સ્વરાંકન : શૌનક પંડ્યા