પ્રીતનો   વરસાદ   તારો   આપજે,
કાયમી    સંગાથ   તારો   આપજે

બારમાસી   જેમ  મહેકે છે સતત,
એ જ રીતે  સાથ   તારો  આપજે.

સોયદોરા   જેમ   કાયમ   જીવશું,
સાંધવા સહવાસ  તારો   આપજે.

માત્ર   કાયા   તો  નકામી  છે મારી,
જીવવા   ધબકાર  તારો   આપજે.

રોશનીની  રાહમાં  બેઠો     પ્રશાંત,
આંગણે અજવાસ  તારો આપજે. .

-પ્રશાંત સોમાણી

સ્વર: પંકજ અગ્રાવત
સ્વરાંકન : કંદર્પ સિધ્ધપુરા.