ઘાવ ઉપર મારે છે ફાગણ ફૂંક ટૂંક ટૂંક
બમણી તમણી બમણી તમણી ચૂંક ચૂંક ટૂંક

ગઈકાલે સપનામાં મુંને સરપ આભડ્યો માડી
એનો આ છાતીની અંદર ફરફોલો રજવાડી
ઘા ખોતરણી જેવી કોયલ કૂક કૂક કૂક

એક જ દિ’ માં અડધું થયું નાડીમાંથી લોહી
ખડકી ખોલી ઉભી રહું પણ વૈદ ન આવે કોઈ
મન ચડઊતર કરે પીડાની ટૂક ટૂક ટૂક

– રમેશ પારેખ

સ્વર : સ્વરવૃંદ – સુરત
સ્વરાંકન : કલ્પક ગાંધી
સંગીત આયોજન: સુનિલ રેવર