સરસ વાત કરવાનો   મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો   મોકો   મળ્યો…

મને ક્યાં ખબર; હું  છું વ્હેતો પવન,
બધા  ઘેર  ફરવાનો   મોકો   મળ્યો…

હતાં   ઝાંઝવાં   એથી   સારું  થયું,
મને  રેત   તરવાનો   મોકો   મળ્યો…

થયું  હાશ   સારું  કે  છે  તો  ખરો,
ખુદા છે તો  ડરવાનો   મોકો  મળ્યો…

ગઝલને થુયું   છે આ  ‘ઈર્શાદ’  તો,
ઠરીઠામ    ઠરવાનો    મોકો   મળ્યો…

– ચિનુ મોદી ‘ઈર્શાદ’

સ્વરઃ અમર ભટ્ટ
સ્વરાંકન : અમર ભટ્ટ