બોલો બે  મીઠા બોલ બસ હો ગયા ભજન
તું   બંધ દ્વાર ખોલ    બસ  હો  ગયા ભજન

‘ટાણા  બધાજ  સાચવી   તે   લીધા   પ્રભુ’
ગાવો વગાડી ઢોલ: બસ  હો  ગયા  ભજન

જે     જીવ    માત્રનો   બની  જાય આશરો –
રાખો એવી બખોલ: બસ  હો ગયા ભજન

જોયા    કરો   જગત  ને  એ   રીતથી  તમે ,
જાણે  અખાનો  તોલ: બસ હો ગયા ભજન

દિવસો  બધા  જ  હોય,  પાકટ  ફળો સમા,
સૂડાની  જેમ ઠોલ:  બસ  હો  ગયા   ભજન

– હરેશ વડાવિયા

સ્વર : ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ