જે   ક્ષિતિજો  પર    વિખેરાયા   હશે
એ   વિરહના   ધુમ્મસી   ચહેરા   હશે

લાગણી    ક્યારેય   પૂરી   થાય  નહી
એને   માટે    જે   હતી,  ઈચ્છા  હશે

બારણું નહિ   ખોલું   તો   કોઈ   હશે
બારણું  ખોલીશ  તો  ભણકારા  હશે

આગની  આવી  તો હિંમત હોય નહી
જે મને   બાળી  ગયા,  તણખા   હશે

કેમ  એ  આવ્યા  નહી  કોને   ખબર?
એમને   પણ    કોઈ    મર્યાદા    હશે

-જવાહર બક્ષી

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ