આભની અટારીએથી ઉતરતી અંબા, જગદમ્બા, જગદમ્બા, જગદમ્બા
અવનિ પર અજવાળાં રેલવતી અંબા જગદમ્બા,જગદમ્બા, જગદમ્બા

ઘેર ઘેર માટીના ઝગમગતા કોડિયે તારી કૃપાના શ્વાસ ધબકે
તારા આશિષમાં ભીંજાયે આયખું, માટી સુગંધ બની મહેકે
મંદ સમીર મહેક લઈ આવ્યો અહીં રમવા………..

નવલી નવરાત્રીની નોબતના નાદમાં ઝાલર બજે ને લોક નાચે
ગોળ ગોળ ઘૂમવાના અમને બહુ ઓરતા,ચાલો ચાચર ચોકે આજે

સંગ ઘૂમે, રાસ રમે, માત રમે અંબા……

કર ત્રિશૂળ મહાકાળી મહિષાસૂરમર્દીની
કર કુમુદ મહાલક્ષ્મી જગતન સુખવર્ધીની
તું ભવાની ભયહારીણી,તું દયાની દુ:ખહારિણી
તું જ જ્ઞાની વરદાયિની

વંદન તવ ચરણકમલ, માત અહો ! અંબા…

-વિહાર મજમુદાર

સ્વર : વિહાર મજમુદાર
સ્વરાંકન : વિહાર મજમુદાર