હિમલ પંડ્યા    

 

ટોચ   પર   છો   ના ચડાયું!
સુખ     તળેટીમાં    સમાયું.

મેપ     હું    લઈને   સૂતેલો,
સ્વપ્નમાં   પહોંચી જવાયું!

દોસ્ત, તારું વ્હાલ પણ કાં
આજ    લાગે   ઓરમાયું?

લાગણી   સામું  જુએ  છે,
જાણે  બાળક  હો  નમાયું!

સૂર્ય     સામે  શબ્દ   મૂકો,
તેજ   નીકળશે     સવાયું!

આ   કવિતા  છે બીજું શું?
એકલો          વિચારવાયુ.

જિંદગીની       ભરબજારે
શ્વાસનું   ખિસ્સું    કપાયું!

-હિમલ પંડ્યા 

 

સ્વર:ગાર્ગી વોરા
સ્વરાકંન: ડો ભરત પટેલ