દરસ બિન દુખણ લાગે નૈન,…. દરસ બિન ૦
જબ સે તુમ બિછુડે પ્રભુ ! મારે કબહુ ન પાયે સૈન. બિન ૦
સબદ સુણત મેરી છતિયાં કાંપે, મીઠે લાગે બૈન. બિન ૦
બિરહ-કથા કા શું કહું ? સજની ! બહ ગઈ કરવત ઐન.બિન
કલ ન પરત પલ, હરિ—મગ્ગ જાવત, ભઈ છમાસી રૈ. બિન ૦
મીરાં કે પ્રભુ ! કબ રે મિલોગે ? દુ:ખમેટન સુખ નૈન. બિન ૦

-મીરાંબાઈ
 

સ્વરઃ દેવકી પંડિત
સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
સંગીતઃ આશિત દેસાઈ