મને  કૈક   એવા તો   મિત્રો  મળ્યા  છે,
મને   છાંય   દેવા  એ  તડકે બળ્યા છે.

તિમિરને    સદાકાળ   હદપાર   રાખ્યું.
થઈ  મીણબત્તી એ  સદા ઓગળ્યા છે.

કો   પાણીકળા-શી  નજર  એમની  છે,
છુપાવ્યાં જે આંસુ  તે પળમાં કળ્યાં છે.

ભલે જીભથી એ  છે કડવા છતાં  પણ,
ખબર છે મને એ  ભીતરથી  ગળ્યા  છે.

ગયા  ભવ   હશે  આંસુ  લૂક્યાં કોઈનાં,
મને મિત્ર  થઈ આ  ભવે એ   ફળ્યાં  છે.

-કિશોર બારોટ

 

સ્વર : અરવિંદ ગોસ્વામી
સ્વરાંકન : અરવિંદ ગોસ્વામી