તારું કશું ન  હોય તો   છોડીને  આવ તું,
તારું જ બધું હોય  તો છોડી  બતાવ  તું.

અજવાળું જેના ઓરડે  તારા જ નામનું,
હું એજ ઘર  છું એજ  ભલેને  આવ  તું.

સાકરની જેમ ઓગળી જઈશ હું ય પણ,
છલકાતો    કટોરો   ભલેને  મોકલાવ   તું.

પહેર્યું  છે એ  તું  જ છે,  ઓઢું  છે  એવું,
મારો  દરેક  શબ્દ તું, મારો   સ્વભાવ  તું.

“મિસ્કીન’ સાત દરિયા કરી પાર એ મળે,
એ   રેખા   હથેળીમાં નથી  તો પડાવ તું.

– રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘

સ્વર : પુરૂષોત્તમ ઉપાધ્યાય
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય