કિશોર બારોટ
 
દુનિયા  તો  કેવળ  નાટક છે.
હું પણ નટ ને તું પણ નટ છે.

આજે રાજા, કાલ ભિખારી,
અહીંયા કાયમ કોનો વટ છે.

અદ્દલ તારો રોલ ભજવજે,
માંડ મળી લાખેણી તક  છે.

હોય  જમાવટ   ગમ્મે  તેવી,
પરદો   પડવાનો   છેવટ  છે.

દિગ્દર્શન કરતો ગાયબ રહી,
ઈશ્વર પણ  કેવો  નટખટ છે.

– કિશોર બારોટ