અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
ગારો નહીં રે…

જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી રે, હું તો તારો નહી..
ને હું તો તારો નહીં રે

અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.

-જગદીશ જોશી
 

સ્વર : આલાપ દેસાઇ, સોલી કાપડિયા
સંગીત : આશિત દેસાઈ