હાથ તારો લાવ મારા હાથ માં
ચાલ તું પણ આવ મારા સાથ મા

કયાં સુધી અળગા રહીશું એકલા
આવ પ્રિયે તું જ મારા સાથ મા
ચાલ તું પણ આવ મારા સાથ મા

કોઈ નું ના કોઈ જગ મા તો પછી
સાત પગલાં પણ મારા સાથ મા
ચાલ તું પણ આવ મારા સાથ મા

કેટલા યુગો ને જન્મો થઈ ચહુ
આ તરફ ઓ પાર મારા સાથ મા
ચાલ તું પણ આવ મારા સાથ મા

જોઉં છું તું વન વચાળે એકલી
આવ આ ઉપવન માં મારા સાથ મા
ચાલ તું પણ આવ મારા સાથ મા

ચાલ ચાંદીયે પહાડ, તરિયે સાગરો,
આવ ઉડીયે આભ મારા સાથ મા
ચાલ તું પણ આવ મારા સાથ મા

આ અઢી અક્ષર ભણી લે વેદ ના
પ્રેમ કેરા પાઠ મારા સાથ મા
ચાલ તું પણ આવ મારા સાથ મા
 
-બહેચરભાઈ પટેલ

 
સ્વર: નિધિ ધોળકિયા, નિગમ ઉપાધ્યાય
સ્વરાંકન: ડો. ભારત પટેલ